ગુજરાતના રાજકીય ઈતિહાસમાં સૌથી વધુ
૧૪૯ બેઠકો જીતાડનાર કોંગ્રેસના માધવસિંહ સોલંકીને માત્ર ૧૧૮ દિવસના શાસન બાદ
રાજીનામુ આપીને પોતાના શિષ્ય અમરસિંહ ચૌધરીને સત્તા સોંપવી પડી હતી.
માધવસિંહ જેવા સૌથી પાવરફૂલ મુખ્યમંત્રીને સત્તા છોડવાની નોબત શા
માટે આવી ?
કારણ સ્પષ્ટ હતું . માધવસિંહ ગુજરાતના રાજકારણમાં KHAM (ખામ ) યાને ક્ષત્રિય , હરિજન , આદિવાસી અને મુસ્લિમ મતબેંકને સંગઠિત કરનારા પ્રથમ રાજકારણી હતા .
માધવસિંહે ગુજરાતના દલિતો અને વંચિતોને અનામત પ્રથાનો લાભ આપ્યો હતો
. માધવસિંહે અનામત કેટેગરીના સરકારી કર્મચારીઓ માટે રોસ્ટર પ્રથાથી માંડીને ગરીબ
વિદ્યાર્થીઓ માટે મધ્યાહ્ન ભોજન યોજના દાખલ કરી હતી . માધવસિંહના રાજમાં ગુજરાતનો
ઔદ્યોગિક વિકાસ અને જીડીપી ચરમસીમાએ પહોંચ્યા હતા .
માધવસિંહના રાજમાં ભ્રષ્ટાચાર ન્યૂનત્તમ હતો . છતાં માધવસિંહના ૧૧૮
દિવસના શાસનમાં સૌથી મોટુ અનામત વિરોધી આંદોલન થયું , કોમી રમખાણો થયાં . . . સરકારમાં સતત અસ્થિરતા રહી . . . કારણ ?
માધવસિંહે ' ખામ ' થિયરીને પોષપા પોતાની મનસ્વી વ્યૂહરચના
અપનાવી એ જમાનાના ધૂરંધર ગણાતાં કોંગ્રેસી નેતાઓ પ્રબોધ રાવળ , સનત મહેતા, મનોહરસિંહ જાડેજા , મહંત વિજયદાસજી, હરિસિંહ મહિડા , હરિહર ખંભોળજા , કોકીલાબેન વ્યાસ, મગનભાઈ સોલંકી વગેરેને ટિકિટ ન આપી રાજકીય હાંસિયામાં ધકેલી દીધા.
આ અસંતુષ્ટોએ કોંગ્રેસની મતબેંકમાં આગ ચાંપી . અનામત આંદોલનો અને
રમખાણો કરાવ્યા અને સરવાળે માધવસિંહને સત્તા છોડી દિલ્હી જવું પડ્યું. અમરસિંહ
ચૌધરીને મુખ્યમંત્રી બનાવાયા પરંતુ ત્યારબાદ સોલંકી જૂથે ટાંટિયા ખેંચ શરૂ કરી.
સરવાળે ચૌધરી સરકારમાં કોંગ્રેસનું વધુ ધનોત - પનોત નીકળ્યું.
નવી વિધાનસભાની ચૂંટણીને આડે માંડ ત્રણ મહિના હતા ત્યારે પુન:
માધવસિંહને કોંગ્રેસે સત્તા સોંપી . કારણ કે, હાઈકમાન્ડને પ્રતિતી થઈ ગઈ હતી કે, ચૌધરીના નેતૃત્વમાં કોંગ્રેસ ચૂંટણી નહીં જીતી શકે . માધવસિંહે પુન:
ખામવાળી નીતિ અપનાવી અને પટેલો સહિતના સવર્ણો કોંગ્રેસથી વિમુખ થયા . ' કાબે અર્જુન લૂંટિયો , વહી ધનુષ વહી
બાણ' ની માફક મોસ્ટ પાવરફૂલ માધવસિંહનેતૃત્વમાં
લડાયેલી એ ચૂંટણીમાં કોંગ્રેસને સૌથી ઓછી માત્ર ૩૩ બેઠકો પ્રાપ્ત થઈ . આ રાજકીય
હૂંસાતૂંસીનું પરિણામ એટલું ખરાબ આવ્યું કે, આજે ૨૬ વર્ષના વ્હાણાં બાદ પણ ગુજરાતમાં કોંગ્રેસ પોતાની તાકાત પર
સરકાર રચી શકતી નથી .
No comments:
Post a Comment