Wednesday, August 22, 2018

પીટસ ઇન્ડિયા એક્ટ-1784


મિત્રો ભારતમાં 1757થી ઈષ્ટ ઇન્ડિયા કંપનીએ વેપાર કરવાની શરૂઆત કરી અને ત્યારબાદ શાસન કરવાની પણ ધીમે ધીમે શરૂઆત કરી.
ઇષ્ટ ઇન્ડિયા કંપનીનું જે જે પ્રાંતમાં શાસન હતુ ત્યાંનો વહીવટ કરવા કંપનીએ ગવર્નર નિયુક્ત કર્યા હતાં. આ ગવર્નરની સહાયતા માટે દરેક પ્રાંતમાં એક પરિષદ બનાવવા માટે આ પીટ્સ ઇન્ડિયા એક્ટ બનાવવામાં આવ્યો.

પીટ્સ ઇન્ડિયા એક્ટ 1784 :
1784માં આ કાયદા અંતર્ગત ગવર્નરની સહાયતા માટે એક કાર્યકારી પરિષદ બનાવવામાં આવી હતી. શરૂઆતમાં પરિષદની સભ્યસંખ્યા 4 હતી જેમાં 2 સભ્યો ભારતીય સિવિલ સેવામાંથી, 3જો સભ્ય એક વિશિષ્ટ ભારતીય નાગરિક અને 4થૉ સભ્ય મદ્રાસ આર્મીનાં કમાન્ડર ઈન ચીફ હતા.

1895માં મદ્રાસ આર્મીને બંધ કરવામાં આવતાં પરિષદમાં 3 સભ્યો રહ્યાં. અને પરિષદની બંધારણીય સત્તાઓ લઇ લેવામાં આવી તેમજ તેમનો દરજ્જો ઘટાડી દેતા આ પરિષદ માત્ર સલાહકાર સંસ્થા બની ગઇ.

1861માં ભારતીય પરિષદ અધિનિયમ અનુસાર આ પરિષદને ફરીથી એજ સત્તાઓ આપવામાં આવી. સરકારી અને અર્ધસરકારી સભ્યોને પણ સામેલ કરવામાં આવ્યાં અને સમયાંતરે તેમાં સુધારા કરવામાં આવતાં રહ્યાં.

1935 સુધી આ પરિષદે બંધારણીય સંસ્થા તરીકે કાર્ય કર્યું અને વધું ઍક પ્રતિનિધિવાળી વિધાનસભાની રચના કરવામાં આવતાં બંધારણીય સત્તાઓ વિધાનસભાને સોંપી દેવામાં આવી.

15 ઓગસ્ટ 1947માં ભારત દેશ આઝાદ થતા ગવર્નરની સહાયતા માટેની 3 સભ્યોવાળી પરિષદને કાયમ માટે સમાપ્ત કરી દેવામાં આવી.

No comments:

Post a Comment