Thursday, August 23, 2018

રાષ્ટ્રીય પ્રતીકો

( 1 ) ભારતીય રાષ્ટ્રધ્વજ
 - ભારતીય રાષ્ટ્રધ્વજ માં ત્રણ રંગો છે,જેને ત્રિરંગો પણ કહેવાય છે.
 -સૌથી ઉપર કેશરી રંગ શૌર્ય તથા શક્તિ નું,મધ્યમાં સફેદ રંગ શાંતિ નો અને નીચે
  લીલો રંગ સમૃદ્ધિ,વિકાસ નું પ્રતિક છે.
 -રાષ્ટ્રધ્વજ માં મધ્યમાં બ્લ્યુ રંગ નુ 24 આરા વાળું અશોક ચક્ર સારનાથ ના સ્તંભ માંથી લેવામાં આવ્યું છે.
 -રાષ્ટ્રધ્વજ માં અશોક સ્તંભ ને જગ્યાએ પહેલાં રેટીયો હતો.
 -રાષ્ટ્રધ્વજ નો સ્વીકાર 22 જુલાઈ 1947
   ના દિવસે થયો.
 -રાષ્ટ્રધ્વજ ની ડીઝાઇન મેડમભીખાઈજી કામા દ્રારા કરવામાં આવી.
  -મેડમભીખાઈજી કામા એ 1907 માં જર્મનીના સ્તુર્તગર્ત શહેર માં આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં          રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો.
-31 ડીસેમ્બર 1929 ના રોજ જવાહરલાલ નેહરુ એ રાવિ નદી ના કિનારે ભારત માં પ્રથમ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો.
- આઝાદી બાદ રાષ્ટ્રધ્વજ ની ડીઝાઇન માટે" ઝંડા સમિતિ " ની રચના કરવા માં આવી,તેના અધ્યક્ષ "જે.બી.કૃપલાણી " હતા.
- આઝાદી બાદ રાષ્ટ્રધ્વજ ની ડીઝાઇન "
પીંગલી વેંકૈયા " દ્રારા તૈયાર કરી હતી.
- રાષ્ટ્રધ્વજ નું સન્માન જળવાય માટે "
ભારતીય ધ્વજ સંહિતા 2002 "ની રચના કરવા માં આવી.
- બંધારણ નો અનુચ્છેદ-19 ( 1 ) મુજબ રાષ્ટ્રધ્વજ ફરકાવવો દરેક નાગરિક ની ફરજ છે,પરંતુ તેનું સન્માન જળવાવું જોઈએ .
- રાષ્ટ્રીય શોક ના સમયે રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ અને કટોકટી ના સમયે રાષ્ટ્રધ્વજ ને
 ઉધો ફરકાવવા માં આવે છે.

( 2 ) રાષ્ટ્ર ચિહ્ન -રાજ ચિહ્ન

આપણા રાષ્ટ્રીય પ્રતીકો માં રાષ્ટ્ર ચિહ્ન -- રાજ ચિહ્ન માં " સિંહસ્તંભ " છે.
 -સિંહ સ્તંભ સારનાથ માં આવેલ અશોકસ્તંભ માંથી લેવામાં આવ્યો છે.
 - સિંહસ્તંભ માં ચાર સિંહ ની આકૃતિ છે,એક પાછળ હોવાથી દેખાતી નથી.
- સ્તંભ માં કુલ ચાર પ્રાણીઓ જેવા કે
 સાંઢ,હાથી,ઘોડો.સિંહ નો સમાવેશ થાય છે.
- રાષ્ટ્ર ચિહ્ન ની વચ્ચે પથ્થર કોતરીને ચક્ર બનાવાયું છે,જે ધર્મચક્ર તરીકે ઓળખાય છે.
- ધર્મચક્ર નીચે " મુંડકોપનીષદ " માંથી લીધેલ સૂત્ર "સત્યમેવ જયતે"દેવનાગરી લિપિ માં લખેલ છે.
- રાષ્ટ્ર ચિહ્નનો સ્વીકાર 26 જાન્યુઆરી 1950 ના રોજ કરવામાં આવ્યો.

( 3 )રાષ્ટ્રગાન -- જન ગણ મન.....
    ભારત નું રાષ્ટ્રગાન -- જન ગણ મન..... છે.
- રાષ્ટ્રગાન ની રચના " રવીન્દ્રનાથ ટાગોરે" મૂળ બંગાળી ભાષા માં કરી હતી
- રાષ્ટ્રગાન ઈ.સ.1912 માં " તત્વબોધિની " પત્રિકા માં " ભારત ભાગ્ય વિધાતા" શિર્ષક સાથે રજુ થઇ હતી.
- રાષ્ટ્રગાન 27 ડીસેમ્બર 1911 માં કાંગ્રેસ ના કોલકાતા અધિવેશન માં ગવાયું હતું.
- રાષ્ટ્રગાન નો સ્વીકાર 24 જાન્યુઆરી 1950 ના રોજ કરવામાં આવ્યો.
- રાષ્ટ્રગાન ગાવાનો સમય 52 સેકંડ નો છે,રાષ્ટ્રગાન માં 5 પદ આવેલા છે,તેનું પ્રથમ પદ અને છેલ્લું પદ જ  ગવાય છે,જેની અવધી 20 સેકંડ ની છે.

( 4 )રાષ્ટ્રગીત -વંદે માતરમ......
ભારત નું રાષ્ટ્રગીત -- "વંદે માતરમ" છે.
- રાષ્ટ્રગીત ની રચના " બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય " દ્રારા કરવામાં આવી હતી.
- રાષ્ટ્રગીત બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય રચિત " આનંદમઠ " નવલકથા માંથી લેવામાં આવ્યું છે.
- રાષ્ટ્રગીત સર્વ પ્રથમ ઈ.સ.1896 માં કોંગ્રેસ ના કોલકાતા અધિવેશન માં ગવાયું હતું.
- રાષ્ટ્રગીત તરીકે 26 જાન્યુઆરી 1950 ના રોજ સ્વીકાર થયો.
- રાષ્ટ્રગીત ગાવાનો સમય 65 સેકંડ નો છે.
- સંસદ ના સત્ર નો આરંભ રાષ્ટ્રગાન થી થાય છે અને સમાપન રાષ્ટ્રગીત થી થાય છે.

( 5 )રાષ્ટ્રીય પંચાંગ
ભારતીય રાષ્ટ્રીય પંચાંગ તરીકે " શક સંવત " નો સ્વીકાર કરવામાં આવ્યોછે.
- " શક સંવત " ની શરૂઆત ઈ.સ.78 માં કનિષ્ક રાજા એ કરી હતી.
- " શક સંવત " નો પહેલો મહિનો " ચૈત્ર "છે,જેનો પ્રથમ દિવસ 22 માર્ચ હોય છે.જો લીપ વર્ષ હોય તો તે દિવસ 21 માર્ચ હોય છે.
- ભારતીય કેલેન્ડર " ગ્રીગેરિયન "કેલેન્ડર ને આભારી છે.
- રાષ્ટ્રીય પંચાંગનો સ્વીકાર 22 માર્ચ 1957 ના રોજ સ્વીકાર કરવામાં આવ્યો.

( 6 ) રાષ્ટ્રીય પ્રાણી -- વાઘ
ભારત નું રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે.જેનું લેટીન નામ " પેન્થરા ટાઈગ્રીસ લીનાયસ " છે.
- દુનિયા માં 8 વાઘ ની પ્રજાતિ જોવા મળે છે,જેમાં ભારત માં જોવા મળતી પ્રજાતી નું નામ " રોયલ બેન્ગાલ ટાઈગર " છે.
- 1973 સુધી ભારત નું રાષ્ટ્રીય પ્રાણી સિંહ હતું,વાઘ ઘટતી સંખ્યા ને કારણે " પ્રોજેક્ટ ટાઈગર "શરુ કરીને રાષ્ટ્રીય પ્રાણી નો દરજ્જો આપ્યો.

( 7 ) રાષ્ટ્રીય પક્ષી -- મોર
- ભારતનું રાષ્ટ્રીય પક્ષી મોર છે,તેનું લેટીન નામ " પાવો ક્રીસ્ટેટસ " છે.
- ભારતીય " વન્ય સુરક્ષા અધિનિયમ-1972 " મુજબ સંપૂર્ણ રક્ષણ પ્રાપ્ત થયેલ છે.

( 8 ) રાષ્ટ્રીય પુષ્પ --કમળ
ભારત નું રાષ્ટ્રીય પુષ્પ કમળ છે.
- તેનું લેટીન નામ " નેલેમ્બો ન્યુસીપેરાગાર્ત્તન "છે.
- પ્રાચીન સમય થી કમળ ને શુભ માનવા માં આવે છે.

( 9 ) રાષ્ટ્રીય ફળ -- કેરી
ભારત ની રાષ્ટ્રીય ફળ કેરી છે.
- જેનું લેટીન નામ " મેન્ગીફેર ઈન્ડીકા " છે.

-( 10 ) રાષ્ટ્રીય વ્રુક્ષ -- વડ
ભારત નું રાષ્ટ્રીય વ્રુક્ષ વડ છે.
- તેનું લેટીન નામ " ફાઈક્સ બેંધાલેન્સીસ " છે.

( 11 ) રાષ્ટ્રીય જળચર -- ડોલ્ફિન
ભારતનું રાષ્ટ્રીય જળચર " ડોલ્ફિન "(ગંગા પાણીની) જીવ છે.
- 5 ઓક્ટોમ્બર 2009 ના રોજ જાહેર કરવામાં આવ્યો હતો.

( 12 ) રાષ્ટ્રીય વિરાસત પશુ --હાથી
- કેન્દ્ર સરકાર દ્રારા રાષ્ટ્રીય વિરાસત પશુ તરીકે 22 ઓક્ટોમ્બર 2010 ના રોજ હાથીને રાષ્ટ્રીય વિરાસત પશુ તરીકે જાહેર કરાયો છે.

( 13 ) રાષ્ટ્રીય પીણું - ચા
- ભારતીય રાષ્ટ્રીય પીણું ચા છે.

( 14 ) રાષ્ટ્રીય મીઠાઈ - જલેબી
- ભારતીય રાષ્ટ્રીય મીઠાઈ -- જલેબી છે.

No comments:

Post a Comment