ગુજરાતી નવલકથાકાર,નવલિકાકાર, નાટ્યકાર, વિવેચક, કવિ. ચુનીલાલ કાળિદાસ મડિયાનો જન્મ
૧૨મી ઓગસ્ટ ૧૯૨૨ના રોજ રાજકોટ જીલ્લાના ધોરાજીમાં થયો હતો.
-ઈ.સ.૧૯૩૯માં મૅટ્રિક અને ઈ.સ. ૧૯૪૫માં
મુંબઈની સિડનહામ કૉલેજમાંથી બી.કૉમ.ની પરીક્ષા પાસ કરી.
-ઈ.સ.૧૯૪૬માં
‘જન્મભૂમિ’તંત્રી
તરીકે કામગીરી કરી હતી. ઈ.સ. ૧૯૫૦માં ‘યુસીસ’, મુંબઈના ગુજરાતી વિભાગમાં પ્રાધ્યાપક તરીકે જોડાયા.
-ઈ.સ.
૧૯૬૬ થી ‘રુચિ’ સાહિત્યિક
સામયિકનું પ્રકાશન કર્યું.તેમણે
‘અખો
રૂપેરો’, ‘કુલેન્દુ’, ‘વક્રગતિ’, ‘વિરંચી’ના
ઉપનામથી ગુજરાતી સાહિત્ય ખેડાણ કર્યું
-ઈ.સ. ૧૯૫૭નો રણજિતરામ સુવર્ણચંદ્રક અને
નર્મદ સુવર્ણચંદ્રક એનાયત થયેલ છે.
-તેમણે ‘પાવકજવાળા’ , ‘વ્યાજનો વારસ’, ‘ઈંધણ ઓછાં પડ્યાં’, ‘વેળા વેળાની છાંયડી’ , ‘લીલુડી ધરતી’- ભા. ૧-૨, ‘પ્રીતવછોયાં’,‘શેવાળનાં શતદલ’, ‘કુમકુમ અને આશકા’, ‘સધરા જેસંગનો સાળો’- ભા. ૧-૨, ‘ગ્રહાષ્ટક વત્તા એક’, ‘ઇન્દ્રધનુનો આઠમો રંગ’, ‘ધધરાના સાળાનો
સાળો’ અને ‘આલા ધાધલનું
ઝીંઝાવદર’વગેરે એમની નવલકથાઓ છે. તો ‘ઘૂઘવતાં પૂર’ , ‘શરણાઈના સૂર’, ‘ગામડું બોલે છે’ ‘પદ્મજા’, ‘ચંપો અને કેળ’, ‘તેજ અને તિમિર’, ‘રૂપ-અરૂપ’, ‘અંતઃસ્ત્રોતા’, ‘જેકબ સર્કલ સાત રસ્તા’, ‘ક્ષણાર્ધ’,‘ક્ષત-વિક્ષત’એ એમના નવલિકાસંગ્રહો છે.
-૯ ડીસેમ્બર ૧૯૬૮ના રોજ હૃદયરોગથી
અમદાવાદમાં અવસાન થયું.
No comments:
Post a Comment