વડાપ્રધાન મોદીઅે આજે પાંચમી વખત લાલ કિલ્લા પરથી રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો છે. 72માં સ્વતંત્રતા દિવસે તેમણે 82 મિનિટનું ભાષણ આપ્યું છે. તેમણે લાલ કિલ્લાની પ્રાચીર પરથી ત્રણ મોટી જાહેરાત કરી છે. પહેલી- 2022માં આઝાદીના 75 વર્ષ પૂરાં થતા ભારત અંતરિક્ષમાં માનવ મિશન સાથે ગગનયાન મોકલશે અને તે આવું કરનાર દેશનો ચોથો દેશ બનશે. તેમણે કહ્યું હતું કે, ર૦રરમાં દેશની આઝાદીના ૭પ વર્ષ થાય છે ત્યારે અને શક્ય હશે તો તે પહેલાં દેશનો કોઇ પુત્ર કે પુત્રી અંતરીક્ષમાં હાથમાં તિરંગો લઇને જશે. ચાંદ હોય કે પછી મંગળ હોય આપણે માનવસહિત યાન લઇને જઇશું. તેમણે ભારતનુ માનવસહિત અંતરીક્ષ અભિયાન સંપૂર્ણ રીતે મેઇડ ઇન ઇન્ડિયા હોવાનુ પણ જણાવ્યુ હતુ. ભારતના ગરીબ પરિવારોને યોગ્ય ઈલાજ અને ગંભીર બીમારીઓથી બચાવવા માટે આરોગ્ય ભારતના આ અભિયાનની શરૂઆત થશે. 25 સપ્ટેમ્બરથી આયુષ્માન ભારત સ્કીમની શરૂઆત થશે. બજેટમાં જાહેરાત કરવામાં આવેલી આયુષ્માન ભારત સ્કીમ અંતર્ગત દેશના 10 કરોડ પરિવારોને 5 લાખ રૂપિયા સુધીના ફ્રી હેલ્થ ઈન્સ્યોરન્સની સુવિધા મળશે. જેમાં લગભગ તમામ ગંભીર બીમારીઓનો ઈલાજ કવર થશે.
No comments:
Post a Comment