-ગુજરાતી વિવેચક, ચરિત્રકાર, નિબંધકાર, સંપાદક અને
અનુવાદક અમૃતલાલ ભગવાનજી યાજ્ઞિકનો જન્મ તા. ૮/૮/૧૯૧૩ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના
ધ્રાંગધ્રામાં થયો હતો. તેમણે પ્રાથમિકથી મૅટ્રિક સુધીનો
અભ્યાસ ધ્રાંગધ્રાંમાં મેળવ્યું.
ઈ.સ.૧૯૩૬માં શામળદાસ કૉલેજમાંથી ગુજરાતી-અંગ્રેજી વિષયો સાથે બી.એ અને ઈ.સ.૧૯૩૯માં
એમ.એ.ની ડીગ્રી મેળવી હતી. ઈ.સ. ૧૯૩૯-૪૦માં રામનારાયણ રુઈયા કૉલેજમાં
ખંડસમયના વ્યાખ્યાતા તરીકે નીમાયા.
ઈ.સ.૧૯૪૦ થી ૧૯૬૦ સુધી ત્યાં જ ગુજરાતીના મુખ્ય અધ્યાપક બન્યા ત્યારપછી તેઓ🔰♻ ઈ.સ.૧૯૬૦-૬૧માં કે. જે. સોમૈયા કૉલેજ, ઘાટકોપરના સ્થાપક આચાર્ય તરીકે નિમણૂંક
થઇ. 🔰ઈ.સ.૧૯૬૧ થી ૧૯૭૮ સુધી મીઠીબાઈ કૉલેજ ઑવ આર્ટસ ઍન્ડ સાયન્સ,
વિલેપાર્લેના આચાર્ય તરીકે સેવા આપી..
-ગુજરાતી ગ્રંથકાર શ્રેણીનાં એમનાં પુસ્તકો ‘કિશોરલાલ
મશરૂવાલા’ અને ‘ગુલાબદાસ બ્રોકર’ છે. ‘જગગંગાનાં વહેતાં નીર’,
-શિક્ષણ-સમાજ-વિષયક ‘આત્મગંગોત્રીનાં
પુનિત જલ’), ‘જાગીને જોઉં તો’,
‘સમાજગંગાનાં વહેણો’, ‘કુટુંબજીવનનાં
રેખાચિત્રો’, ‘વિદ્યાસૃષ્ટિના પ્રાંગણમાં’ ચિંતનાત્મક નિબંધો
છે. તો ‘લોકસાહિત્યનું સમાલોચન’ , ‘ગુજરાતનમાં
ગાંધીયુગ : ઐતિહાસિક અને સાહિત્યિક અવલોકન’ એમનાં સંપાદનો પુસ્તકો છે.
No comments:
Post a Comment