▪ ગુજરાતી કવિ તથા વિવેચક સુંદરજી ગોકળદાસ બેટાઈનો
▪ જન્મ તા. ૧૦/૮/૧૯૦૫ રોજ તેમના જામનગર
જિલ્લાના બેટ-દ્વારકામાં થયો હતો
▪ તેમણે ઈ.સ.૧૯૨૮માં અંગ્રેજી-ગુજરાતી વિષયો સાથે મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ. પાસ કરી ઈ.સ.૧૯૩૨માં એલએલ.બી.થયા.
▪ ઈ.સ.૧૯૩૬માં ગુજરાતી-સંસ્કૃત વિષયોમાં એમ.એ.ની ડીગ્રી મેળવી હતી તેઓ
મુંબઈની એસ. એન. ડી. ટી. વિમેન્સ કૉલેજમાં
ગુજરાતીના અધ્યાપક તરીકે સેવા આપી હતી. નર્મદ સુવર્ણચંદ્રક વિજેતા.
▪ તેમનું ૧૬ જાન્યુઆરી ૧૯૮૯ના રોજ
મુંબઈમાં અવસાન.
▪ તેમણે ‘દ્વૈપાયન’ અને ‘ મિત્રાવરૂણ’ ઉપનામથી ગુજરાતી સાહિત્યસર્જન કર્યું
છે.
▪ ‘ઇન્દ્રધનુ’ , ‘વિશેષાંજલિ’ , ‘સદગત ચંદ્રશીલાને’,‘તુલસીદલ’, ‘વ્યંજના’ , ‘અનુવ્યંજના’ , ‘શિશિરે વસંત’ અને ‘શ્રાવણીની ઝરમર’ એ એમના
કાવ્યસંગ્રહો છે.
▪ પૂર્વે પ્રકાશિત ‘ગુજરાતી સાહિત્યમાં સૉનેટ’ ને સમાવતા વિવેચનસંગ્રહ ‘સુવર્ણમેઘ’ માં ન્હાનાલાલ, બ. ક. ઠાકોર અને મેઘાણીની કવિતાનું તટસ્થ નિરીક્ષણ કરતા
સમદ્રષ્ટિવાળા ધ્યાનપાત્ર લેખો છે.
▪ ‘આમોદ’ માં ‘ગુજરાતી કવિતામાં અનુષ્ટુપ’ જેવા મહત્વના લેખ ઉપરાંત સંસ્કૃત અને ગુજરાતી કવિઓ અને તેમની કવિતા વિશેના લેખો છે. ‘નરસિંહરાવ’ નરસિંહરાવના વાઙમયપુરુષાર્થની ઝાંખી કરાવતી પુસ્તિકા છે.
▪ કવિ તથા કવિતા તરફ જોવાની
સમદ્રષ્ટિએમના વિવેચનનો લાક્ષણિક ગુણ છે.
▪ ‘સાહિત્યમાધુરી’, ‘સાહિત્યોદ્યાન’ અને ‘સાહિત્યસુષમા’એ એમનાં શાળોપયોગી સંપાદનો છે.
▪ ‘જ્યોતિ રેખા’ એ સુન્દરજી બેટાઈનો ખંડકાવ્યસંગ્રહ
છે.
No comments:
Post a Comment