Thursday, August 30, 2018

માધવસિંહ સોલંકી


ગુજરાતના રાજકીય ઈતિહાસમાં સૌથી વધુ ૧૪૯ બેઠકો જીતાડનાર કોંગ્રેસના માધવસિંહ સોલંકીને માત્ર ૧૧૮ દિવસના શાસન બાદ રાજીનામુ આપીને પોતાના શિષ્ય અમરસિંહ ચૌધરીને સત્તા સોંપવી પડી હતી.
માધવસિંહ જેવા સૌથી પાવરફૂલ મુખ્યમંત્રીને સત્તા છોડવાની નોબત શા માટે આવી ?
કારણ સ્પષ્ટ હતું . માધવસિંહ ગુજરાતના રાજકારણમાં KHAM (ખામ ) યાને ક્ષત્રિય , હરિજન , આદિવાસી અને મુસ્લિમ મતબેંકને સંગઠિત કરનારા પ્રથમ રાજકારણી હતા .

માધવસિંહે ગુજરાતના દલિતો અને વંચિતોને અનામત પ્રથાનો લાભ આપ્યો હતો . માધવસિંહે અનામત કેટેગરીના સરકારી કર્મચારીઓ માટે રોસ્ટર પ્રથાથી માંડીને ગરીબ વિદ્યાર્થીઓ માટે મધ્યાહ્ન ભોજન યોજના દાખલ કરી હતી . માધવસિંહના રાજમાં ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ અને જીડીપી ચરમસીમાએ પહોંચ્યા હતા .

માધવસિંહના રાજમાં ભ્રષ્ટાચાર ન્યૂનત્તમ હતો . છતાં માધવસિંહના ૧૧૮ દિવસના શાસનમાં સૌથી મોટુ અનામત વિરોધી આંદોલન થયું , કોમી રમખાણો થયાં . . . સરકારમાં સતત અસ્થિરતા રહી . . . કારણ ? માધવસિંહે ' ખામ ' થિયરીને પોષપા પોતાની મનસ્વી વ્યૂહરચના અપનાવી એ જમાનાના ધૂરંધર ગણાતાં કોંગ્રેસી નેતાઓ પ્રબોધ રાવળ , સનત મહેતા, મનોહરસિંહ જાડેજા , મહંત વિજયદાસજી, હરિસિંહ મહિડા , હરિહર ખંભોળજા , કોકીલાબેન વ્યાસ, મગનભાઈ સોલંકી વગેરેને ટિકિટ ન આપી રાજકીય હાંસિયામાં ધકેલી દીધા.

આ અસંતુષ્ટોએ કોંગ્રેસની મતબેંકમાં આગ ચાંપી . અનામત આંદોલનો અને રમખાણો કરાવ્યા અને સરવાળે માધવસિંહને સત્તા છોડી દિલ્હી જવું પડ્યું. અમરસિંહ ચૌધરીને મુખ્યમંત્રી બનાવાયા પરંતુ ત્યારબાદ સોલંકી જૂથે ટાંટિયા ખેંચ શરૂ કરી. સરવાળે ચૌધરી સરકારમાં કોંગ્રેસનું વધુ ધનોત - પનોત નીકળ્યું.
નવી વિધાનસભાની ચૂંટણીને આડે માંડ ત્રણ મહિના હતા ત્યારે પુન: માધવસિંહને કોંગ્રેસે સત્તા સોંપી . કારણ કે, હાઈકમાન્ડને પ્રતિતી થઈ ગઈ હતી કે, ચૌધરીના નેતૃત્વમાં કોંગ્રેસ ચૂંટણી નહીં જીતી શકે . માધવસિંહે પુન: ખામવાળી નીતિ અપનાવી અને પટેલો સહિતના સવર્ણો કોંગ્રેસથી વિમુખ થયા . ' કાબે અર્જુન લૂંટિયો , વહી ધનુષ વહી બાણ' ની માફક મોસ્ટ પાવરફૂલ માધવસિંહનેતૃત્વમાં લડાયેલી એ ચૂંટણીમાં કોંગ્રેસને સૌથી ઓછી માત્ર ૩૩ બેઠકો પ્રાપ્ત થઈ . આ રાજકીય હૂંસાતૂંસીનું પરિણામ એટલું ખરાબ આવ્યું કે, આજે ૨૬ વર્ષના વ્હાણાં બાદ પણ ગુજરાતમાં કોંગ્રેસ પોતાની તાકાત પર સરકાર રચી શકતી નથી .

1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામના ભારત ના નેતાઓ


દિલ્હી  -બહાદુરશાહ ઝફર

કાનપુર  -નાના સાહેબ પેશ્વા અને તાત્યા ટોપે

અલાહાબાદ - લિયાકત અલી

ફતેપુર -અજીમુલ્લા

જગદીશપુર -કુંવરસિહ (જમીનદાર)

ઝાંસી - રાણી લક્ષમીબાઈ

લખનઉ -બેગમ હજરત મહલ અને બીરજીસ કદ્ર

બરેલી - ખાન બહાદુર

મેરઠ -કંદમ સિહ

ફૈઝાબાદ -મૌલવી અહમદ આલા

હરિયાણા -રાવાતુલારામ

મથુરા -દેવીસિહ

ભારત ના ઈતિહાસ ના મહત્વના યુદ્ધો


તરાઈ પ્રથમ યુદ્ધ 1191

તરાઈ બીજું યુદ્ધ 1192

પાણીપત પ્રથમ યુદ્ધ 1526

ખાનવા યુદ્ધ 1527

ચંદેરી યુદ્ધ 1528

ઘોઘર યુદ્ધ 1530

ચૌસા યુદ્ધ 1539

બિલગ્રામ Or કન્નોજ નુ યુદ્ધ 1540

સરહિન્દ નુ યુદ્ધ 1555

પાણીપત બીજું યુદ્ધ 1556

પાણીપત ત્રીજું યુદ્ધ 1761

પ્લાસી યુદ્ધ 23 જુન 1757

બકસર યુદ્ધ  1764

Friday, August 24, 2018

સયાજીરાવ ગાયકવાડ

૧ ગાયકવાડ ક્યાના વંશ છે?
- વડોદરા
૨ વડોદરાના સત્તા સંભાળનાર મહારાજા ક્યા નામે ઓળખાય છે?
- મહારાજા ગાયકવાડ કે ગાયકવાડ
૩ ગાયકવાડ કેવો સમૂહ છે?
 - મરાઠી સમૂહ
૪ ગાયકવાડ ક્યાના વંશજ છે?
- ભગવાન કૃષ્ણના ચંદ્રવંશી વંશજો
૫ ગાયકવાડ ક્યા બે શબ્દનો બનેલો છે?
- ગાય અને કવાડ (દરવાજો)
૬ સયાજીરાવ બીજા ક્યા નામે ઓળખાય છે?
- ગોપાલરાવ
૭ સયાજીરાવ ગાયકવાડ શાની માટે જાણીતા છે?
- શૈક્ષણિક અને સામાજિક સુધારા લાવવા માટે
૮ સયાજીરાવનો જન્મ ક્યા થયો હતો? ક્યારે?
- ૧૧ માર્ચ, ૧૮૬૩ અને કાવલાના
૯ સયાજીરાવના પિતાનું નામ શું હતું?
- શ્રીમંત કાશીરાવ ભીખાજીરાવ ગાયકવાડ
૧૦ સયાજીરાવને ક્યારે બરોડાના રાજકુમાર તરીકે દત્તક લેવાયા?
 - ૧૮૭૫
૧૧ વડોદરા કોલેજનો પાયો ક્યારે નખાયો?
 - ૧૮૭૯
૧૨ આજવા સરોવર યોજનાનો પ્રારંભ ક્યારે થયો?
- ૧૮૮૫
૧૩ વડોદરામાં ફરજિયાત શિક્ષણની શરૂઆત ક્યારે થઇ?
- ૧૯૦૬
૧૪ વડોદરાને સંસ્કારનગરી તરીકે કોણે પ્રતિષ્ઠા અપાવી?
 - સયાજીરાવ ગાયકવાડે
૧૫ બ્રિટીશ સરકારે સયાજીરાવ ગાયકવાડને કયો ઈલ્કાબ આપ્યો?
- ફરજંદે - ખાસ - એ - દૌલત - એ - ઈંગ્લીશિયા
૧૬ કઈ સાલમાં બરોડામાં મફત અને ફરજિયાત કેળવણીની પ્રથા દાખલ કરી?
- ૧૮૯૩
૧૭ સમગ્ર ભારતમાં મફત અને ફરજિયાત કેળવણી દાખલ કરનાર રાજવી કોણ હતા?
- સયાજીરાવ ગાયકવાડ
૧૮ ગામડાની પ્રજાને ખેતીવાડીનું પદ્ધતિસરનું શિક્ષણ આપવાની વ્યવસ્થા કોણે કરી?
- સયાજીરાવ ગાયકવાડ
૧૯ મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીની સ્થાપના કોણે કરી?
- સયાજીરાવ ગાયકવાડે
૨૦ વડોદરાની રાજભાષા કઈ હતી?
- ગુજરાતી
૨૧ ગુજરાતી લેખકોની પરિષદ કયા ભરાઈ હતી?
- વડોદરા
૨૨ સયાજીરાવે અંત્યજો માટે શાળાની સ્થાપના ક્યારે કરી હતી?
- ૧૮૮૨મા
૨૩ ભીમરાવ આંબેડકરને વિદેશ ભણવા કોણે મોકલ્યા હતા?
- સયાજીરાવ ગાયકવાડે
૨૪ કોણ એક સારા સમાજસુધારક હતા?
 - સયાજીરાવ ગાયકવાડ
૨૫ વડોદરા રાજ્યમાં કોણે બાળલગ્ન પર પ્રતિબંધ મૂક્યો?
- સયાજીરાવ ગાયકવાડે
૨૬ વિધવાવિવાહને કાયદેસર કોણે બનાવ્યા?
 - સયાજીરાવ ગાયકવાડે
૨૭ સંગીત માટે સૌથી વધુ વ્યવસ્થિત પ્રયત્નો કોણે કર્યા હતા?
- સયાજીરાવ ગાયકવાડે
૨૯ વડોદરામાં સંગીત પ્રવૃતિનો પ્રારંભ કોના સમયમાં થયો હતો?
- ખંડેરાવ મહારાજના
૩૦ વડોદરામાં અસ્પૃશ્યતાનિવારણનું કામ કોણે કર્યું?
 - સયાજીરાવ ગાયકવાડે
૩૧ વડોદરાના રાજદરબારની શાન વધારવા કોને મૈસૂરથી તેડાવ્યા?
- રાજગાયક મૌલાબક્ષ
૩૨ વડોદરાની સંગીતશાળાના પ્રથમ આચાર્ય કોણ હતા? - મૌલાબક્ષ
૩૩ સયાજીરાવે ભારતમાં સૌપ્રથમ સંગીત પરિષદ ક્યારે બોલાવી?
- ૧૯૧૬
૩૪ સમાજ અને રાષ્ટ્રમાં પરિવર્તન શાનાથી આવે?
 - શિક્ષણ
૩૫ એશિયામાં મોટી ઈમારતમાં કોની ગણના થાય છે?
- સેન્ટ્રલ લાઈબ્રેરી, બરોડા
૩૬ સયાજીરાવનું અવસાન કયારે થયું?
- ૬ ફેબ્રુ., ૧૯૩૯
૩૭ વડોદરાને સાંસ્કૃતિક અને કલાક્ષેત્રે વિશ્વભરમાં સ્થાન અપાવનાર રાજવી કોણ હતા?
- સયાજીરાવ ગાયકવાડ
૩૮ સયાજીરાવ ગાયકવાડે વડોદરાની પ્રજાને સયાજી બાગ ક્યારે સમર્પિત કર્યો?
 - ૧૮૭૯ (૧૧૩ એકર)
૩૯ સયાજીબાગ હાલ કયા નામે ઓળખાય છે?
- કમાટીબાગ
૪૦ વડોદરાના કયા બાગની ગણના ભારતના શ્રેષ્ઠ ઉદ્યાનોમાં થાય છે?
 - કમાટીબાગ
૪૧ વડોદરા કોલેજનો પાયો ક્યારે નંખાયો?
- ૧૮૭૯મા
૪૨ વડોદરા કોલેજ હાલ કયા નામે ઓળખાય છે?
- મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સીટી
૪૩ વડોદરાનું કયું લલિતકલા માટેનું ભવન જગપ્રસિદ્ધ બન્યું?
- કલાભવન 
૪૪ કયા વિખ્યાત ઇટાલિયન કલાકાર સયાજીરાવના દરબારમાં હતા?
- ફેલિચી
૪૫ દાદાસાહેબ ફાળકેએ વડોદરામાં ક્યા કલાઓનો અભ્યાસ કર્યો હતો?
- કલાભવન
૪૬ મહારાજાના ખાનગી સચિવ તરીકે કોણ ૧૫ વર્ષ રહ્યા?
- અરવિંદ ઘોષ
૪૭ શિકાગો ખાતે યોજાયેલ બીજી સર્વ ધર્મપરિષદના અધ્યક્ષ કોણ હતા?
- સયાજીરાવ ગાયકવાડ
૪૮ સયાજીરાવ ગાયકવાડ કેવા રાજવી હતા?
 - ઉદારમતવાદી અને સુધારક રાજા
૪૯ સયાજીરાવે કેટલા પુસ્તકોનું પ્રકાશન વડોદરા રાજ્ય તરફથી કર્યું?
- ૩૦૦ ગ્રંથો
૫૦ કયો રાજવી બ્રિટિશરો માટે માથાનો દુઃખાવો બની ગયા હતા?
- સયાજીરાવ ગાયકવાડ 
૫૧ સયાજીરાવે દાદાભાઈ નવરોજીને કઈ રીતે મદદ કરેલી?
- આજીવન પેન્શન આપીને
૫૨ મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીની સ્થાપના કોણે કરી હતી?
- પ્રતાપ રાવ ગાયકવાડે
૫૩ વડોદરામાં મરાઠા ગાયકવાડની શરૂઆત ક્યારથી થઇ?
 - ૧૭૨૧મા
૫૪ કયા મરાઠા સેનાપતિએ વડોદરાને મરાઠામાં ભેળવી દીધું?
- સેનાપતિ પીલાજીરાવ ગાયકવાડે
૫૫ વડોદરાના આધુનિકીકરણને મહત્તા કયા રાજવીએ આપી?
- સયાજીરાવ ગાયકવાડે
૫૬ આઝાદી પછી વડોદરાને કોની સાથે જોડવામાં આવ્યું?
- મુંબઈ રાજ્ય સાથે
૫૭ ગાયકવાડ અટક સામાન્ય રીતે કયા જોવા મળે છે?
- મહારાષ્ટ્રમાં
૫૮ અંગ્રેજો સાથે કેમ્બે સંધિ કોણે કરી હતી?
 - મહારાજા આનંદરાવ ગાયકવાડે
૫૯ કઈ સંધિ અનુસાર અંગ્રેજોએ વડોદરાને અલગથી માન્યતા આપી?
- કેમ્બે સંધિ
૬૦ વડોદરામાં હરિજનો માટે શિક્ષણના દ્વાર કોણે ખોલી આપ્યા?
- સયાજીરાવ ગાયકવાડે 

અમૃતલાલ યાજ્ઞિક


-ગુજરાતી વિવેચક, ચરિત્રકાર, નિબંધકાર, સંપાદક અને અનુવાદક અમૃતલાલ ભગવાનજી યાજ્ઞિકનો જન્મ તા. ૮/૮/૧૯૧૩ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં થયો હતો. તેમણે પ્રાથમિકથી મૅટ્રિક સુધીનો
અભ્યાસ ધ્રાંગધ્રાંમાં મેળવ્યું. ઈ.સ.૧૯૩૬માં શામળદાસ કૉલેજમાંથી ગુજરાતી-અંગ્રેજી વિષયો સાથે બી.એ અને ઈ.સ.૧૯૩૯માં એમ.એ.ની ડીગ્રી મેળવી હતી. ઈ.સ. ૧૯૩૯-૪૦માં રામનારાયણ રુઈયા કૉલેજમાં
ખંડસમયના વ્યાખ્યાતા તરીકે નીમાયા. ઈ.સ.૧૯૪૦ થી ૧૯૬૦ સુધી ત્યાં જ ગુજરાતીના મુખ્ય અધ્યાપક બન્યા ત્યારપછી તેઓ🔰♻ ઈ.સ.૧૯૬૦-૬૧માં કે. જે. સોમૈયા કૉલેજ, ઘાટકોપરના સ્થાપક આચાર્ય તરીકે નિમણૂંક થઇ. 🔰ઈ.સ.૧૯૬૧ થી ૧૯૭૮ સુધી મીઠીબાઈ કૉલેજ ઑવ આર્ટસ ઍન્ડ સાયન્સ,
વિલેપાર્લેના આચાર્ય તરીકે સેવા આપી..
-ગુજરાતી ગ્રંથકાર શ્રેણીનાં એમનાં પુસ્તકો કિશોરલાલ મશરૂવાલાઅને ગુલાબદાસ બ્રોકરછે. જગગંગાનાં વહેતાં નીર’,
-શિક્ષણ-સમાજ-વિષયક આત્મગંગોત્રીનાં પુનિત જલ’), ‘જાગીને જોઉં તો’, ‘સમાજગંગાનાં વહેણો’, ‘કુટુંબજીવનનાં રેખાચિત્રો’, ‘વિદ્યાસૃષ્ટિના પ્રાંગણમાંચિંતનાત્મક નિબંધો
છે. તો લોકસાહિત્યનું સમાલોચન’ , ‘ગુજરાતનમાં ગાંધીયુગ : ઐતિહાસિક અને સાહિત્યિક અવલોકનએમનાં સંપાદનો પુસ્તકો છે.

ભારત છોડો ચળવળ

1942ની 8 ઓ ગસ્ટે ગાંધીજીના નેતૃત્ત્વમાં અંગ્રેજો સામે ' ભારત છોડો ચળવળ ' શરૂ થઈ હતી . વિશ્વ યુદ્ધમાં ખુવાર થયેલા બ્રિટન પર દબાણ વધારવા પ્રસિદ્ધ થયેલી આ ચળવળ 'ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટ ' તરીકે ઓળખાય છે .
મહાત્મા ગાંધીએ ' ભારત છોડો આંદોલન 'ની શરૂઆત વર્ષ ૧૯૪૨માં આજના દિવસે કરી હતી . અંગ્રેજોના સામાજિક બહિષ્કારની સાથે આઝાદી મેળવવા માટે ' કરો યા મરો 'નો નારો પણ ગાંધીજીએ આ દિવસે જ આપ્યો હતો 

પહેલું ઊડતું વિમાન

વિમાનના સંશોધકો ઓરવેલ- વિલબર રાઇટ બંધુઓએ વર્ષ 1908ની 8 ઓગસ્ટે પહેલીવાર લોકો સમક્ષ વિમાન ઉડાવ્યું હતું . આ શોધ લોકો સમક્ષ નહોતી આવી ત્યાં સુધી અખબારો પણ તેમને ' છેતરપિંડી' કરનારા ગણતા હતા 

સુંદરજી ગોકળદાસ બેટાઈ


ગુજરાતી કવિ તથા  વિવેચક સુંદરજી ગોકળદાસ બેટાઈનો  
જન્મ તા. ૧૦/૮/૧૯૦૫ રોજ તેમના જામનગર જિલ્લાના બેટ-દ્વારકામાં થયો હતો
તેમણે ઈ.સ.૧૯૨૮માં અંગ્રેજી-ગુજરાતી વિષયો સાથે મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ. પાસ કરી ઈ.સ.૧૯૩૨માં એલએલ.બી.થયા.
ઈ.સ.૧૯૩૬માં ગુજરાતી-સંસ્કૃત વિષયોમાં એમ.એ.ની ડીગ્રી મેળવી હતી તેઓ  મુંબઈની એસ. એન. ડી. ટી. વિમેન્સ કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે સેવા આપી હતી. નર્મદ સુવર્ણચંદ્રક વિજેતા.
તેમનું ૧૬ જાન્યુઆરી ૧૯૮૯ના રોજ મુંબઈમાં અવસાન. 
તેમણે દ્વૈપાયનઅને મિત્રાવરૂણઉપનામથી ગુજરાતી સાહિત્યસર્જન કર્યું છે.
▪ ‘ઇન્દ્રધનુ’ , ‘વિશેષાંજલિ’ , ‘સદગત ચંદ્રશીલાને’,‘તુલસીદલ’, ‘વ્યંજના’ , ‘અનુવ્યંજના’ , ‘શિશિરે વસંત’  અને ‘શ્રાવણીની ઝરમર’  એ એમના કાવ્યસંગ્રહો છે. 
પૂર્વે પ્રકાશિત ‘ગુજરાતી સાહિત્યમાં સૉનેટ’ ને સમાવતા વિવેચનસંગ્રહ ‘સુવર્ણમેઘ’ માં ન્હાનાલાલબ. ક. ઠાકોર અને મેઘાણીની કવિતાનું તટસ્થ નિરીક્ષણ કરતા સમદ્રષ્ટિવાળા ધ્યાનપાત્ર લેખો છે.
▪  ‘આમોદ’ માં ‘ગુજરાતી કવિતામાં અનુષ્ટુપ’ જેવા મહત્વના લેખ ઉપરાંત સંસ્કૃત અને ગુજરાતી કવિઓ અને તેમની કવિતા વિશેના લેખો છે. ‘નરસિંહરાવ’ નરસિંહરાવના વાઙમયપુરુષાર્થની ઝાંખી કરાવતી પુસ્તિકા છે.
કવિ તથા કવિતા તરફ જોવાની સમદ્રષ્ટિએમના વિવેચનનો લાક્ષણિક ગુણ છે.
▪ ‘સાહિત્યમાધુરી’, ‘સાહિત્યોદ્યાન’ અને ‘સાહિત્યસુષમાએ એમનાં શાળોપયોગી સંપાદનો છે. 
▪ ‘જ્યોતિ રેખાએ સુન્દરજી બેટાઈનો ખંડકાવ્યસંગ્રહ છે.

ઉપસભાપતિ


-રાજ્યસભાના સભ્યો પોતાની વચ્ચે એક ઉપસભાપતિને ચૂંટી કાઢે છે.

-રાજ્યસભાના ઉપયભાપતિનું પદ નીચેની પરિસ્થિતિઓમાં ખાલી પડે જ્યારે,

-રાજ્યસભાનો સભ્ય ન રહે

-ઉપરાષ્ટ્રપતિને રાજીનામું આપે.

-રાજ્યસભાના ઉપસભાપતિ પોતાનું રાજીનામું ઉપરાષ્ટ્રપતિને આપે છે.

-ઉપસભાપતિ સભાપતિની ગેરહાજરીમાં સભાપતિ તરીકે કાર્ય કરે છે.

-જ્યારે સભાપતિ હાજર હોય ત્યારે તે રાજ્યસભાના સામાન્ય સભ્યોની જેમ ગૃહમાં બેસે છે.

અનુચ્છેદ-૯૦ 
રાજ્યસભાના સભ્યો બહુમતીથી તેને હટાવવાનો પ્રસ્તાવ પસાર કરે. જેના વિશે ૧૪ દિવસ પહેલા ઉપસભાપતિને નોટીસ પાઠવવામાં આવે છે.
અનુચ્છેદ-૯૧
રાજ્યસભાની બેઠકમાં જ્યારે સભાપતિ ગેરહાજર હોય તો ઉપસભાપતિ અથવા એ પણ ગેરહાજર હોય તો  રાજ્યસભાના કાર્યવાહીના નિયમોથી નક્કી કરવામાં આવે તે વ્યક્તિ અથવા કોઈ વ્યક્તિ હાજર ન હોય, તો રાજ્યસભા નક્કી કરે તેવી અન્ય વ્યક્તિ અધ્યક્ષ તરીકે કાર્ય કરે છે.


Thursday, August 23, 2018

ગુજરાતના પ્રથમ મહીલા

ગુજરાતના પ્રથમ મહીલા રાજયપાલ- કમલા બેનીવાલ
ગુજરાતના પ્રથમ મહીલા મુખ્યમંત્રી - આનંદીબેન પટેલ
ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ - પ્રતિભા પાટીલ
 પ્રથમ મહિલા વડાપ્રધાન - ઇન્દિરા ગાંધી
લોકસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ- મીરાં કુમાર
દેશના પ્રથમ મહિલા રાજ્યપાલ- સરોજિની નાયડુ
દેશના પ્રથમ મહિલા મુખ્યમંત્રી- સુચેતા કૃપલાની 

ગુજરાત સરકાર દ્વારા આયોજિત ઉત્સવ



ઉત્તરાઘ શાસ્ત્રીય નૃત્ય મહોત્સવ
સ્થળ- મોઢેરા સુયઁ મંદિર , મહેસાણા
શરૂઆત -1992
દર વષઁ આયોજન-જાન્યુઆરી મહિનામાં

આતરરાષ્ટીય પતંગ મહોત્સવ
સ્થળ-સાબરમતી રિવરફ્રન્ટ ,  અમદાવાદ
શરૂઆત - 2003
દર વષઁ આયોજન-14 જાન્યુઆરી મક્રરસક્રાતિ

કાંકરીયા કાનિવલ 
સ્થળ-કાંકરીયા તળાવ , અમદાવાદ
શરૂઆત-2007
 દર વષઁ આયોજન-25 થી 31 ડિસેમ્બર

કચ્છ રણોત્સવ , ઘોરડો રણ
 સ્થળ-કચ્છ રણ
 શરૂઆત-2006 - 2007
 દર વષઁ આયોજન-ડિસેમ્બર થી જાન્યુઆરી

 સાપુતારા વિન્ટર ફેસ્ટીવલ
 સ્થળ-ડાંગ
 દર વષઁ આયોજન-શિયાળામાં 11 દિવસ સુધી

 પંચ મહોત્સવ ચાંપાનેર
 સ્થળ-ચાંપાનેર પાવાગઢ
 શરૂઆત-2016

 ડાંગ દરબાર
 સ્થળ-આહવા ડાંગ

 તાનારીરી મહોત્સવ
 સ્થળ-વડનગર , મહેસાણા
  તાનારીરી એવોર્ડ આપવામાં આવે છે

હોમરૂલ લીગ આંદોલન


-હોમરૂલ = ગૃહસ્વરાજ્ય = સ્વશાસન
-સ્વદેશી આંદોલનના નેતા અરવિંદ ઘોષ સંન્યાસ લઇને પાંડિચેરીં માં આધ્યાત્મિક જીવન વિતાવતા હતા.
-લાલા લજપતરાય ત્યારે અમેરિકામાં ચાલ્યા ગયા હતા.
-બાળગંગાધર ટિળક જ્યારે ૬ માસનીં જેલમાંથી છૂટયા ત્યારે સમગ્ર દેશ શાંત જણાતો હતો. ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ પણ વિભાજિત થઇને ભાંગી પડી હતી.
-આ બધુ જોઇને ફરીથી કોંગ્રેસ ધમઘમતી કરવામાં અને ફરી દેશમાં સ્વતંત્રતાની કે સ્વરાજ ચળવળ માટે જાગૃતિ લાવવાના હેતુથી લોકમાન્ય ટિળકે હોમરૂલ લીગશરૂ કરી
- ટિળકે ૨૮ એપ્રિલ, ૧૯૧૬ના રોજ બૈલગામ (પૂના) માં હોંમરૂલ લીગ નીં સ્થાપના કરી.
- ટિળકે અંગ્રેજીમાં મરાઠાઅને મરાઠીમાં કેસરી' નામની પત્રિકાઓ દ્વારા પ્રચારનું કામ કર્યું.
-આ લીગની પાંચ મહિના પછી શ્રીમતી એની બેસન્ટે પણ અલગથી  સપ્ટેમ્બર, ૧૯૧૬માં મદ્રાસમાં બીજી હોમરૂલ લીગની શરૂઆત કરી.
-એની બૅસન્ટે ધી કોમનવીલસાપ્તાહિક અને ન્યુ ઇન્ડિયાદૈનિક દ્વારા હોમરૂલનો પ્રચાર કર્યો.
-કોંગ્રેસ અને મુર્સિલમ લીંગે પણ આ આંદોલનને ટેકો આપ્યો.
- ૧૫મી જૂન, ૧૯૧૭ના રોજ સરકારના વિરૃદ્ધ લેખો લખવા બદલ મદ્રાસ સરકારે એની બૅસન્ટનીં ધરપકડ કરી.
-એની બૅસન્ટને મુકત કરવા માટે સમગ્ર દેશમાંથી માંગણી થઇ. તિલકે સત્યાગ્રહ કરવાની ઘોષણા કરી.  પરંતુ તેની પહેલા તેને છોડી દેવામાં આવ્યા.
 -હવે, ગાંધીજી ધીમે ધીમે જાહેરમાં સક્રિય થવા લાગ્યા હતા.
- ગુજરાતમાં હોમરૂલ લીગની સ્થાપના ના ઇ.સ. ૧૯૧૬માં અમદાવાદ ખાતે મગનભાઈ ચતુરભાઈએ કરી.

ગાંધીજીએ સ્થાપેલી સંસ્થાઓ


-ટોલ્સટોય ફાર્મ (ગાંધીઆશ્રમ કે કિનિકસ આશ્રમ) દક્ષિણ આફ્રિકા
-કોચરબ આશ્રમ (સાબરમતી આશ્રમ)
-ટીળક સ્વરાજ ફંડ
-ગુજરાત વિદ્યાપીઠ
-સેવાગ્રામ આશ્રમ
-ગૌસેવા સંઘ

ગાંધીજીએ શરૂ કરેલા વર્તમાનપત્રો


ઇન્ડિયન ઓપિનિયમ (૧૯૦૩)
બુલેટિન
* હરિજન
* નવજીવન
* યંગ ઇન્ડિયા

હડપ્પા સંસ્કૃતિ ના મહત્વના સ્થળો


ઉત્તર પ્રદેશ-આલમગીર , હુલ્લાસ
 - મહારાષ્ટ્ર-દૈમાબાદ
-પંજાબ- રોપડ , બાંડા , સંથોલ
-હરિયાણ- બનાવલી , કુનાલ , રાખીગઢી , ભિદૉના , મિતાથલ
-રાજસ્થાન-બરોર , કાલીબંગાન સૌથી
-જમ્મુ અને કાશ્મીર માંદા
 -ગુજરાત-લોથલ , ઘોળાવીરા , રંગપુર , રોઝડી , શ્રીનાથગઢ  , સુરકોટડા , પ્રભાસ પાટણ ,        કુંતાનસીરાજપથ
-પાકીસ્તાન-મોન્ટગોમરી જિલ્લો  (પંજાબ)  , લારખાના જિલ્લો  (સિંઘ)
-અફઘાનિસ્તાન-મુંડીગાક , શોતુઁગોયી
 -બલુચિસ્તાન-ચાન્હૂદરો , સુતકાગ્ડોર , કોટદીજી , બાલાકોટ

મચ્છુ બંધ હોનારત


મચ્છુ બંધ હોનારત અથવા મોરબી બંધ હોનારત એ પૂર હોનારત હતી જે ૧૧ ઓગસ્ટ ૧૯૭૯ના રોજ ભારતમાંસર્જાઇ હતી. મચ્છુ નદી પર આવેલો મચ્છુ-૨ બંધ તૂટતા રાજકોટ જિલ્લાના ‍(હવેમોરબી જિલ્લામાં) મોરબી શહેરમાં પાણી ફરી વળ્યું હતું.વિવિધ અંદાજ અનુસાર ૧,૮૦૦ થી ૨૫,૦૦૦ લોકોના મૃત્યુ આ દુર્ઘટનામાં થયા હતા
 આજે પણ જેની સ્મૃતિઓ કાળજા કંપાવી દે છે તે જળ હોનારતે મોરબી શહેરને પળભરમાં તો સ્મશાન બનાવી દીધું હતું. આ ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતોના મણીમંદિર ખાતે આવેલા સ્મૃતિસ્તંભ સુધી પાલિકા દ્વારા આજે રેલી યોજાશે. બાદમાં સ્મૃતિસ્તંભ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરાશે. 
અત્યંત ભારે વરસાદ અને પૂરને કારણે ૪ કિમી લાંબા મચ્છુ-૨ બંધની દિવાલોમાં ગાબડાં પડ્યા હતા. બંધના સ્પિલવેની ક્ષમતા ,૬૬૩ મી³/સે હતી, જ્યારે વાસ્તવમાં પાણી બંધની ક્ષમતા કરતા ત્રણ ગણું એટલે કે ૧૬,૩૦૭ મી³/સે પર પહોંચતા બંધ તૂટી પડ્યો હતો. ૨૦ મિનિટમાં જ ૧૨થી ૩૦ ફીટ (૩.૭ થી ૯.૧ મીટર)ની ઉંચાઇના પાણી મોરબીના નીચાણ વાળા વિસ્તારમાં ફરી વળ્યાં હતા, જે બંધથી ૫ કિમી દૂર આવેલું શહેર હતું. બંધના ફરીથી બાંધકામ સમયે બંધની ક્ષમતા ચાર ગણી વધારીને ૨૧,૦૦૦ મી³/સે કરવામાં આવી હતી.
 આ બંધ તૂટવાની ઘટનાને ગિનેસ બૂક ઓફ રેકોર્ડ્સમાં સૌથી ખરાબ બંધ દુર્ઘટના તરીકે નોંધવામાં આવી હતી.(૧૯૭૫ની બાન્કિઓ બંધ હોનારતની વિગતો ૨૦૦૫માં જાહેરમાં મૂકાઇ એ પહેલાં.‌) નો વન હેડ  ટંગ ટુ સ્પિક નામના પુસ્તકમાં ટોમ વૂટેન અને ઉત્પલ સાંડેસરાએ સરકારી દાવાને નકારી કાઢ્યો હતો કે બંધ તૂટવાની ઘટના કુદરતી આફત હતી અને તેમણે બાંધકામ અને સંદેશાવ્યવહાર ખામીઓને કારણે દુર્ઘટના ઘટી અને વિસ્તરી હોવાનું જણાવ્યું છે. વધુમાં, નાણાંકીય નુકશાન પણ ભારે થયું હતું. પૂરને કારણે પાક અને અનાજ ઉત્પાદનની ક્ષમતા પર ભારે અસર પડી હતી.
મોરબી શહેર આજે વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. પરંતુ મોરબીવાસીઓ મચ્છુ જળ પ્રલયની ઘટનાને ક્યારેય ભૂલી નહિ શકે. મચ્છુ-૨ ડેમ તૂટતા કલ્પી ન શકાય તેવી તારાજી થઈ હતી. મોરબી શહેર પળભરમાં સ્મશાનમાં તબદીલ થઇ ગયું હતું. ૧૧ ઓગસ્ટ ૧૯૭૯ના દિવસે મોરબીમાં સામાન્ય જનજીવન ધબકતું હતું. પરંતુ ઉપરવાસના ભારે વરસાદના કારણે મહાકાય ગણાતા મચ્છુ-૨ ડેમના માટીના પાળા તૂટતા મચ્છુ ડેમના રાક્ષસી કદના મોજા મોરબી શહેર પર ફરી વળતા ભયાનક પુર આવ્યું હતું.
પુર સમયે ઘણા લોકોને તો બચવાનો મોકો પણ મળ્યો ન હતો. મચ્છુના પૂરે જાનમાલની ભયાનક નુકશાની કરવાની સાથે તબાહીનું તાંડવ પણ કર્યું હતું. મકાનો અને મોટી ઇમારતો એક જ જાટકે તહસ નહસ થઈ ગઈ હતી. થોડી જ વારમાં અડીખમ ઊભેલું મોરબી શહેર હતું ન હતું થઈ ગયું. આ પુરમાં હજારો લોકો મોતને ભેટયા હતા. સાથે પશુધનની પણ ભારે ખુવારી સર્જાઈ હતી.
મોરબીના ઇતિહાસની સૌથી કરુણ કહી શકાય તેવી મચ્છુ હોનારત દુર્ઘટનાની ભયાનકતા અને તબહિની કલ્પના કરતા આજેય શહેરીજનો ધ્રુજી ઉઠે છે. તે દિવસે મચ્છુના પૂરે જે વિનાશ સર્જ્યો તે ભલભલાને કમકમાટી ઉપજાવે તેવો હતો. સેંકડો માનવ મૃતદેહો, વીજળીના તાર પર લટકતી માનવ લાશ, હજારો જાનવરોના કોહવાયેલા મૃતદેહો અને મૃતદેહો પાછળ કાળો કલ્પાંત કરતા સ્નેહીજનો વગેરે દ્રશ્યોથી ભલભલાની કંપારી છૂટી ગઈ હતી. આમ મોરબી શહેર એક ખોફનાક સ્મશાનમાં ફેરવાઈ ગયું હતું.
આ જળ હોનારતની દુર્ઘટના બાદ મોરબી તરફ વિશ્વભરમાંથી માનવતાનો ધોધ વરસ્યો હતો. મોરબીને બેઠુ કરવા માટે તત્કાલિન મુખ્યમંત્રી બાબુભાઇ પટેલે મોરબીમાં સચિવાલય બનાવીને પુરગ્રસ્તો અને અસરગ્રસ્તો માટે અસરકારક કામગીરી કરી હતી. બાદમાં ફિનિક્સ પક્ષીની જેમ બેઠા થઈને મોરબીએ ખુમારી અને જીંદાદિલીથી પોતાનુ નામ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગુંજતું કરી દીધું છે.
 મચ્છુ જળ હોનારતની વરસી જ્યારે આવે છે. ત્યારે મોરબીવાસીઓ તે ઘટનાને યાદ કરીને દિવંગતોને શ્રધ્ધા સુમન અર્પણ કરે છે. શનિવારે મચ્છુ જળ હોનારતને ૩૯ વર્ષ પૂર્ણ થાય છે. પાલિકા તંત્ર દ્વારા મૌન રેલી કાઢી મણીમંદિર ખાતે આવેલા દિવંગતોના સ્મૃતિસ્તંભને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે.
 અમેરિકાની બે છાત્રાઓ ઉત્પલ સાડેસરા અને ટોમ વુડને મચ્છુ જળ હોનારતની સત્ય હકીકત બહાર લાવવા માટે ગહન સંશોધન કરીને પુસ્તક પ્રકાશિત કર્યું છે. આ પુસ્તકમાં ઉલ્લેખ કરાયો છે કે ક્ષમતાની અયોગ્ય ગણતરીના કારણે મચ્છુ-૨ ડેમના માટીના પાળા તૂટી ગયા હતા. કેન્દ્ર સરકારની અનેક ચેતવણી છતા રાજ્યસરકારના તે વખતના ઇજનેરોએ બંધના સરોવરમાં પાણીની મહતમ શક્ય આવકની ગણતરી કરવામાં જૂની પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો. બંધના દરવાજાઓની પાણી છોડવાની ક્ષમતા દર સેકન્ડે ૨.૨ લાખ ઘનફૂટથી વધુ હતી.
હોનારતના આગલા દિવસે જળાશયમાં પાણીની આવક ૩૩ સેકન્ડે ૪ લાખ ઘન ફૂટથી વધુ હતી. હોનારતનું મૂળ કારણ કુદરતી પ્રકોપ ન હતો. જે તત્કાલીન સરકારનો દાવો હતો. તે દરવાજાના સંચાલનની ખામી પણ ન હતી. જે અત્યાર સુધી મોરબીવાસીઓની માન્યતા છે. પરંતુ ઇજનેરની તદ્દન ખોટી ગણતરી આ દુર્ઘટના માટે જવાબદાર હતી.
ઉપરાંત પુસ્તકમાં જણાવાયું છે કે મોરબી-માળિયાની પ્રજાને સમયસર ચેતવણી પણ અપાઈ ન હતી. તેને કારણે હોનારતની જાનહાનીનો આંકડો આટલો મોટો હતો. ટેલિફોન અને તારની સુવિધા બગડી ગઈ હતી. બંધ ઉપરના કામદારો કોઈનો સંપર્ક સાધી શકે તેમ ન હતા. જો કે અમુક વિસ્તારોમાં સમયસર ચેતવણી આપીને લોકોને ઊંચા વિસ્તારોમાં ખસેડી શકાયા હતા. સંપર્ક સાધવાના સાધનોની અપૂરતી જાળવણીને કારણે બંધના નીચાણવાસમાં લોકોનો સંપર્ક થઈ શક્યો ન હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ હોનારતના કારણો જાણવા માટે તપાસ મંચની રચના પણ કરાઈ હતી.